BSNL Best recharge plan: આ મોંઘવારીના દિવસોમાં લોકો સસ્તા રિચાર્જ પ્લાન શોધી રહ્યા હોય છે, જેથી ઓછા ખર્ચે લાંબો સમય રિચાર્જ ચાલે એવામાં અમે તમારા માટે બીએસએનએલનો એક બેસ્ટ રિચાર્જ પ્લાન લાવ્યા છે જેમાં તમને 300 દિવસની વેલીડિટી મળે છે.
જ્યારથી પ્રાઇવેટ ટેલિકોમ કંપનીઓ એ પોતાના રિચાર્જ પ્લાન મોંઘા કર્યા છે ત્યારથી જ લોકોને રિચાર્જ કરવા માટે બે વાર વિચારવું પડે છે અને ત્યારથી જ બીએસએનએલની લોકપ્રિયતા વધી છે અને આ વાતનો લાભ લઈ બીએસએનએલ સતત ગ્રાહકોની પસંદના રિચાર્જ પ્લાન લોન્ચ કરી રહ્યું છે.
300 દિવસની વેલીડિટી ધરાવતો રિચાર્જ પ્લાન | BSNL Best recharge plan
જે ગ્રાહકો ઓછા ખર્ચે લાંબા સમય માટે સીમ ચાલુ રાખવા ઈચ્છે છે તેઓ માટે આ બેસ્ટ પ્લાન છે, આ પ્લાન માં તમારે 797 રૂપિયાનું રિચાર્જ કરવું પડે છે અને બદલામાં તમને 300 દિવસની લાંબી વેલીડિટી મળે છે એટલે કે એક દિવસના લગભગ બે રૂપિયા જેટલા જ ખર્ચ થાય છે જ્યારે અન્ય પ્રાઇવેટ કંપનીના સીમ ચાલુ રાખવા માટે મહિને 300-300 નું રિચાર્જ કરવું પડતું હોય છે. ચાલો આ પ્લાનમાં ડેટા અને કોલીંગ વિશેની માહિતી મેળવીએ.
120 જીબી ડેટા અને અનલિમિટેડ કોલિંગ મળે છે
આ રીચાર્જ પ્લાન માં તમને 60 દિવસ માટે દરરોજ 2 જીબી ડેટા ની સુવિધા મળી રહે છે અને સાથે સાથે 60 દિવસ સુધી તમે અનલિમિટેડ કોલિંગ પણ કરી શકો છો આ ઉપરાંત 60 દિવસ સુધી દરરોજ 100 એસએમએસ ની પણ સુવિધા આપવામાં આવે છે, ફક્ત આટલી સુવિધા મેળવવા માટે તમારે અન્ય પ્રાઇવેટ ટેલિકોમ કંપનીમા લગભગ 700 રૂપિયા ખર્ચવા પડે છે અને વેલીડિટી પણ ફક્ત બે મહિનાની જ મળે છે.
300 દિવસની વેલીડિટી
બીએસએનએલના આ પ્લાનમાં તમને 60 દિવસ સુધી ડેટા, કોલ અને એસએમએસની ઉપર મુજબની સુવિધા મળશે પરંતુ આ વેલીડિટી 300 દિવસની રહેશે, 60 દિવસ પછી જો તમે ડેટા અને કોલ તેમજ એસએમએસ નો લાભ લેવા ઈચ્છો તો તમારે તે માટે ટોપ અપ પ્લાન કરાવવો પડશે. આવી રીતે 300 દિવસ સુધી ટોપ અપ પ્લાન દ્વારા લાભ મેળવી શકો છો અને જો ટોપ અપ રિચાર્જ ના કરો તો પણ તમારું સીમ બંધ નહીં થાય.
તો જો તમારો મુખ્ય ધ્યેય લાંબા સમય સુધી સીમ ચાલુ રાખવાનો છે તો તમારે આ જ રિચાર્જ પ્લાન લેવાય.
આશા રાખું છું કે તમને આ માહિતી પસંદ આવી હશે, જો તમારો મિત્ર આવો કોઈ રિચાર્જ પ્લાન શોધી રહ્યો છે તો તેને આ લેખ જરૂર શેર કરજો અને આવી માહિતી મેળવવા અમારી સાથે જોડાયા રહો.
Read More: NMDC Recruitment 2024: જૂનિયર ઓફિસર પદ માટે ભરતીની જાહેરાત, થોડા દિવસો જ બાકી