બોરવેલ સબસીડી યોજના: ખેતરમાં બોર કરવા માટે મળશે રૂપિયા 50 હજાર સુધીની સહાય

WhatsApp Group Join Now

ગુજરાત સરકાર દ્વારા અવનવી યોજનાઓ બહાર પાડવામાં આવે છે તેની અંદર એક બીજી યોજના વિશે આપણે આજે વાત કરવા જઈ રહ્યા છીએ જે યોજનાનું નામ છે બોરવેલ સબસીડી યોજના કે જે યોજના માં સરકાર દ્વારા બોરવેલ બનાવવા માટે સહાય આપવામાં આવે છે અને સહાયની રકમ રૂપિયા 50,000 જેટલી છે. ગુજરાત સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલી આ યોજના એ બહુ જ સરસ યોજના છે કે જેની અંદર સરકાર દ્વારા સહાય આપવામાં આવી રહી છે અને આપણે આ યોજના માં અરજી કઈ રીતે કરવી અને શું શું ડોક્યુમેન્ટ ની જરૂર પડશે તે અંગેની ચર્ચા આ પોસ્ટની અંદર કરીશું.

બોરવેલ સબસીડી યોજના

બોરવેલ સબસીડી સહાય યોજના ના નામ ઉપરથી આપણે જાણી શકીએ છીએ કે બોરવેલ બનાવવા માટે આ યોજનાની અંદર સહાય આપવામાં આવે છે તો આ સહાય એ ગુજરાત સરકારના બાગાયત વિભાગની એક પ્રકારની સહાય છે. આ યોજનાની અંદર લાભ લેવા માટે તમારે કેટલીક પાત્રતાઓ અને શરતો મુજબ અરજી કરવાની રહેશે જે નીચે પ્રમાણે સવિસ્તાર જણાવેલ છે.

બોરવેલ સબસીડી યોજનામાં કોને કોને લાભ મળશે

બોરવેલ પંપ સેટ વોટર હાર્વેસ્ટ સ્ટ્રક્ચર ની યોજના માં લાભ કયા ખેડૂતોને મળશ

  • આ યોજનાની અંદર લાભ ફક્ત ઓઇલ ફાર્મ નું વાવેતર કરતા ખેડૂત મિત્રોને જ લાભ મળશે.
  • જે ખેડૂત મિત્રો ઓઇલ પામ નું વાવેતર કરતા હોય તે ખેડૂત મિત્રોને 50% ની મર્યાદામાં આ યોજનાનો લાભ મળવા પાત્ર રહેશે.
  • નેશનલ મિશન ઓન એડિબલ ઓઇલ્સ ઓઇલ પંપ ની ખેતી કરતા ખેડૂત મિત્રોને લાભ મળશે.
  • NMEO-OP ની ગાઈડલાઈન મુજબ અમલીકરણ કરવાનું રહેશે કે જે ની અંદર ખેડૂતના ખાતા દીઠ એક જ વખત અરજી કરવાની રહેશે.

બોરવેલ સબસીડી માં મળવા પાત્ર લાભ

બોરવેલ પંપ સેટ યોજનાની અંદર ખેડૂતોને જે ઓઇલ પંપ ની ખેતી કરે છે તેમને બોરવેલ માટેના કુલ ખર્ચ ના 50% અથવા તો વધુમાં વધુ રૂપિયા 50,000 ની મર્યાદામાં આ યોજનાની અંદર લાભ મળશે.

Read More: GSRTC કંડક્ટર ભરતી 23/24 માં ફેરફાર, જીએસઆરટીસી બસ કંડકટર ની જગ્યાઓમાં ફેરફાર

બોરવેલ સબસીડી યોજનામાં જરૂરી ડોક્યુમેન્ટ

બોરવેલ સબસીડી યોજનામાં જરૂર પડતા દસ્તાવેજ અને ડોક્યુમેન્ટ નીચે પ્રમાણે દર્શાવેલા છે.

  • જાતિનો દાખલો
  • જો દિવ્યાંગો હતો દિવ્યાંગ અંગેનું પ્રમાણપત્ર
  • જમીનની વિગત સાતબાર અને આઠ અ નો ઉતરો
  • આધાર કાર્ડ ની નકલ
  • બેંક પાસબુક ના પ્રથમ પાનાની નકલ અથવા કેન્સલ ચેકની
  • તથા સંમતિ પત્રક..

બોરવેલ સબસીડી યોજનામાં અરજી

બોરવેલ સબસીડી યોજનાની અંદર અરજી તમારે ઓનલાઇન કરવાની રહેશે ઓનલાઇન અરજી એ તમારે ગુજરાત સરકારની આઈ પોર્ટલ વેબસાઈટ પર જઈ અને કરવાની રહેશે.

  • યોજનામાં અરજી કરવા માટે સૌપ્રથમ તમારે આઈ પોર્ટલના હોમપેજ પર જવાનું છે ત્યારબાદ વિવિધ યોજનાઓમાં અરજી કરો.
  • બગાત યોજનામાં અરજી કરવા ના વિકલ્પ પર ક્લિક કરી અને તમારે બોરવેલ પંપ સેટ ની યોજના પર ક્લિક કરવાની છે અને તેની અંદર અરજી કરવા પર ક્લિક કરી અને આગળ વધો.
  • જો તમે રજીસ્ટર કરેલ હોય આઈ પોર્ટલની અંદર તો આ અથવા તો નાના બટન પર ક્લિક કરી અને આગળ વધો અને નવી અરજી પર ક્લિક કરો.
  • ત્યારબાદ તમારી સામે એક ફોર્મ ભૂલ છે જે તમારે સંપૂર્ણ માહિતીથી ભરવાનું રહેશે અને અરજી સેવ કરી અને કન્ફર્મ કરવાની રહેશે.
  • અરજી કન્ફર્મ કર્યા બાદ તમારે તેની પ્રિન્ટ નીકાળી લેવાની રહેશે.

તો મિત્રો આ યોજના કે જેની અંદર બોરવેલ કરવા માટે 50000 રૂપિયા સુધીની સરકાર દ્વારા સહાય આપવામાં આવે છે તે યોજાની અંદર હાલમાં અરજી ચાલુ નથી પણ બગાત યોજના ની અંદર આઈ પોટલ પર અરજી ચાલુ થાય ત્યારે તમે યોજનાની અંદર અરજી કરી અને લાભ મેળવી શકો છો.

Read More: બ્યુટી પાર્લર સહાય યોજનામાં ફોર્મ ભરવાનું શરુ, મહિલાઓને મળશે મફત બ્યુટી પાર્લર કિટ

WhatsApp Group Join Now
Telegram Group Join Now

4 thoughts on “બોરવેલ સબસીડી યોજના: ખેતરમાં બોર કરવા માટે મળશે રૂપિયા 50 હજાર સુધીની સહાય”

Leave a Comment