બોરવેલ સબસીડી યોજના 2024: ખેડૂત મિત્રો માટે એક સરસ મજાની યોજનાની અંદર અરજી ફોર્મ ભરવાના ચાલુ થઈ ગયા છે આ યોજનાની અંદર બોરવેલ બનાવવા માટે સરકાર દ્વારા સબસીડી આપવામાં આવી રહી છે. આ યોજના ની અંદર હાલમાં ફોર્મ ભરવાના પણ ચાલુ છે.
બોરવેલ સબસીડી યોજના 2024
બોરવેલ સબસીડી યોજના ની અંદર ખેડૂત મિત્રોને 50% સુધીની સબસીડી આપવામાં આવી રહી છે. ખેડૂત મિત્રો આ યોજનાનો લાભ મેળવી અને બોરવેલ અથવા તો પંપ સેટ માટે 50% સુધીની સબસીડી મેળવી શકે છે.
બોરવેલ સબસિડીની યોજના નો લાભ કઈ રીતે મેળવવો તથા યોજના માટે શું પાત્રતા હોય છે તે અંગેની સંપૂર્ણ માહિતી આપણે આલેખની અંદર મેળવી અને અરજી કેવી રીતે કરવી તે જાણીએ.
બોરવેલ અને પંપ સેટ અથવા વોટર હાર્વેસ્ટિંગ સ્ટ્રક્ચર સબસીડી
મિત્રો આ યોજનાની અંદર જે કોઈપણ ખેડૂત મિત્રો લાભ મેળવવા માંગતા હોય તે ઓનલાઈન અરજી કરી શકે છે આ યોજનાની અંદર બોરવેલ અથવા પંપ સેટ અથવા વોટર સ્ટ્રક્ચર બનાવવા માટે જે ખેડૂત મિત્રો પાત્રા હતા ધરાવતા હોય અને લાભ મળવા પાત્ર હશે તેમને આ યોજના થકી 50% સુધીની સબસીડી આપવામાં આવશે.
બોરવેલ સબસીડી યોજના ની અંદર ખેડૂત મિત્રોને 50% અથવા તો વધુમાં વધુ 50000 રૂપિયાની મર્યાદા ની અંદર લાભ આપવામાં આવશે.
બોરવેલ સબસીડી ઓઇલ પામ
આ યોજનાએ નેશનલ મિશન ઓન એડિબલ ઓઇલ્સ ઓઇલ પંપ દ્વારા જે લોકો ઓઈલ પામનું વાવેતર કરતા હોય છે તેમના માટેની આ યોજના છે. આ યોજના એ બાગાયત પ્રકારની યોજના છે. જે કોઈપણ ખેડૂત મિત્રો ઓઇલ કામનું વાવેતર કરતા હશે તે ખેડૂત મિત્રોને આ યોજનાનો લાભ મળવા પાત્ર રહેશે. આ યોજના એ એનએમએમએસએ ગાઈડલાઈન અનુસાર ખાતે એક જ વખત આપવામાં આવતી હોય છે.
યોજનામાં અરજી કરવા માટે જરૂરી ડોક્યુમેન્ટ
- જાતિનો દાખલો સક્ષમ અધિકારી દ્વારા અધિકૃત
- દિવ્યાંગ અંગેનું પ્રમાણપત્ર જો લાગુ પડતું હોય તો
- સાતબાર અને આઠ અ ની જમીન ની વિગત દર્શાવતું નકલ
- આધાર કાર્ડ ની નકલ
- બેંક ખાતાના પાસબુક ની ઝેરોક્ષ
- ખાતેદારો ધરાવતા હોય તો સંમતિ પત્રક
બોરવેલ સબસીડી યોજનામાં અરજી
આ યોજનાની અંદર અરજી ફોર્મ ભરવાના 18 ઓગસ્ટ 2024 થી શરૂ કરી દેવામાં આવેલા છે. યોજનામાં અરજી કરવાની છેલ્લી તારીખ છે 30 સપ્ટેમ્બર 2024.
યોજનામાં લાભ મેળવવા માટે તમારે સૌ પ્રથમ ઓનલાઈન અરજી કરવાની રહેશે ઓનલાઇન અરજી તમારે આઈ પોર્ટલના બાગાયત વિભાગમાં જઈ અને કરવાની રહેશે. યોજનામાં અરજી કર્યા બાદ તમારે અરજીને કન્ફર્મ કરી અને તેની પ્રિન્ટ આઉટ કાઢી દેવાની રહેશે. તો મિત્રો આ રીતે તમે અરજી કરી અને યોજનાની અંદર પાત્રતા ધરાવતા હશો તો લાભ મળવા પાત્ર રહેશે.