AMC Urban Health Society Recruitment 2024: AMC એટલે કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી સ્ટાફ નર્સિંગ માટેની ભરતી જાહેર કરવામાં આવેલી છે. આ ભરતી એ અર્બન હેલ્થ સોસાયટી તરફથી કરવામાં આવેલી છે. જેની અંદર ખાલી જગ્યાઓ ભરવા માટે અરજીઓ મંગાવવામાં આવેલી છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં એલ વિભાગમાં અર્બન હેલ્થ અને વેલનેસ સેન્ટર ખાતે સ્ટાફ નર્સની આ ભર્તી જાહેર કરવામાં આવેલી છે જે અંતર્ગત અરજીઓ મંગાવવામાં આવેલ છે તો આ ભરતીની વિશે આપણે સવિસ્તાર માહિતી મેળવીશું અને ભરતી માટેની લાયકાત જાણીશું.
AMC Urban Health Society Recruitment 2024
તો મિત્રો અર્બન હેલ્થ સોસાયટી તરફથી આ નોટિફિકેશન જાહેર કરવામાં આવેલી છે જે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ના વધીન આવે છે જેની અંદર સ્ટાફ નર્સની ભરતી કે જે 11 માસના આધારિત ભરતી કરવા ની છે જે ભરતી અંગે આ પોસ્ટની અંદર આપણે માહિતી મેળવીશું તો આ ભરતી ની અંદર ફોર્મ ભરવાના ચાલુ છે તેની અગત્યની તારીખો નીચે પ્રમાણે દર્શાવેલ છે.
સ્ટાફ નર્સિંગ ભરતીની અગત્યની તારીખો
આ ભરતી ની અંદર ફોર્મ ભરવા માટે તમારે ઓનલાઇન અરજી કરવાની રહેશે કે જે ઓનલાઇન અરજી કરવાની શરૂ કરી દેવામાં આવેલી છે 5 જુલાઈ 2024 ના રોજ છે. અને આ ભરતી ની અંદર અરજી કરવાની છેલ્લી તારીખ 12 જુલાઈ 2024 છે જે સાંજે છ વાગ્યા સુધી અરજી કરી શકાશે.
પગાર ધોરણ અને જગ્યાઓ
સ્ટાફ નર્સિંગની આ ભરતીને કુલ 60 જેટલી જગ્યાઓ માટે અરજી મંગાવવામાં આવેલી છે. જે જગ્યાઓ માટે તમે ઓનલાઈન અરજી કરી શકો છો.
સ્ટાફ નર્સિંગની ભરતી માટે પગાર ધોરણ દર મહિને ફિક્સ પગાર મળશે કે જે 20 હજાર રૂપિયા રહેશે. તે સિવાય અર્બન હેલ્થ સોસાયટી દ્વારા કોઈપણ પ્રકારનો સુધારો વધારો કરવામાં આવશે તો તે લાગુ પડશે.
શૈક્ષણિક લાયકાત અને ઉંમર
સ્ટાફ નર્સિંગ ની આ ભરતી માટે ઉમેદવારોએ ઇન્ડિયન નર્સિંગ કાઉન્સિલ દ્વારા માન્ય જે કરેલી સંસ્થાઓ છે તેની અંદર નર્સિંગ નો કોર્સ એટલે કે બીએસસી કે બીજો કોઈ નર્સિંગ નો કોર્સ કરેલો હોવો જરૂરી છે. અથવા ડિપ્લોમા ઇન જનરલ નર્સિંગ અને મીડવાઈફરી પાસ થયેલ અવાજ જરૂરી છે. તથા ઉમેદવારનું ગુજરાત નર્સિંગ કાઉન્સિલ ની અંદર રજીસ્ટ્રેશન કરેલું હોવું જોઈએ. તો આ શૈક્ષણિક લાયકાતો ને આધારે તમે આ ભરતીની અંદર અરજી કરી શકો છો.
ભરતી માટે ઉમેદવાર ની ઉંમર 45 વર્ષથી વધુ હોવી જોઈએ નહીં કોઈપણ કેટેગરીના ઉમેદવાર માટે આ ઉંમરે લાગુ પડશે.
AMC સ્ટાફ નર્સિંગ ભરતી માટે અરજી
આ ભરતી માટેની અરજી તમારે ઓનલાઇન કરવાની રહેશે જે આરોગ્ય સાથીની ઓફિશિયલ વેબસાઈટ પર જઈ અને તમારે આ ભરતીની યોજનામાં ફોર્મ ભરવાનું રહેશે. આ ફોન ઉપર દર્શાવેલી તારીખો અનુસાર તમારે ધ્યાનમાં લઇ અને ભરવાનું રહેશે.
તો મિત્રો આ હતી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જાહેર કરવામાં આવેલી અર્બન નર્સિંગ સોસાયટી ની ભરતી કે જેની અંદર લાયકાત ધરાવતા ઉમેદવારો અરજી કરી શકે છે.
Read More: પ્રધાનમંત્રી ફસલ વીમા યોજનાના ફોર્મ ભરવાનું શરૂ, વહેલી તકે તમારા પાકનો વિમો મેળવો