Police NOC certificate: પોલીસ વેરિફિકેશન સર્ટિફિકેટ ઓનલાઇન આ રીતે એપ્લાય કરો

WhatsApp Group Join Now

Police NOC certificate: મિત્રો આપણે પોલીસ વેરિફિકેશન સર્ટિફિકેટ ની ઘણી વખતે જરૂર પડતી હોય છે જેવા કે આપણે કોઈ પણ વહીકલને ટ્રાન્સફર કરવાનું હોય કે કેટલાક જોબ માટે પણ આ પોલીસ એનઓસી સર્ટિફિકેટ ની જરૂર પડતી હોય છે. 

પોલીસ વેરિફિકેશન સર્ટિફિકેટ Police NOC certificate

પોલીસ વેરીફિકેશન સર્ટિફિકેટ ને આપણે જાતે ઓનલાઇન  અપ્લાય કરી શકીએ છીએ. તેને આપણે ઓનલાઇન એપ્લાય કરી અને કઢાવી શકીએ છીએ. તો આપણે આ પોલીસ વેરિફિકેશન સર્ટિફિકેટ ને ઓનલાઈન જાતે કઈ રીતે એપ્લાય કરવું અને કઈ વેબસાઈટ ઉપર જઈને કઈ રીતે ફોર્મ ભરવાનું તે વિશેની સંપૂર્ણ માહિતી આપણે આ લેખ ની અંદર મેળવીએ.

પોલીસ વેરિફિકેશન સર્ટિફિકેટ નો ઉપયોગ 

પોલીસ વેરિફિકેશન સર્ટિફિકેટ નો ઉપયોગ ઘણી બધી જગ્યાઓ થતો હોય છે અને તેની ઘણી બધી જગ્યાએ જરૂર પડતી હોય છે. જેમાંની આપણે કેટલીક જરૂરિયાતો જે મુખ્ય છે તેની અંદર જરૂર પડતી હોય છે તો તેના વિશે વાત કરીએ. 

  • પાસપોર્ટ કઢાવવા 
  • વ્હીકલ ટ્રાન્સફર કરવા 
  • કેટલીક જોબ મેળવવા માટે 

આ રીતે આ મુખ્ય પ્રકારોના કેટલાક જરૂરી કામો માટે તમારે આ પોલીસ વેરિફિકેશન સર્ટિફિકેટ ની જરૂરિયાત પડતી હોય છે.

પોલીસ વેરીફિકેશન સર્ટિફિકેટ વેબસાઈટ રજીસ્ટ્રેશન

પોલીસ એનઓસી સર્ટિફિકેટ ને આપણે ઓનલાઈન એપ્લાય કરી શકીએ છીએ તો ઓનલાઇન એપ્લાય કરવાની સરળ રીત નીચે જણાવેલી છે.

  • સૌપ્રથમ તમારે કોઈપણ લેપટોપ કે મોબાઇલમાં બ્રાઉઝર ઓપન કરવાનું રહેશે. 
  • બ્રાઉઝર ઓપન કર્યા બાદ તેની અંદર સીટીઝન પોર્ટલ સર્ચ કરો 
  • ત્યારબાદ સૌ પ્રથમ વેબસાઈટ https://gujhome.gujarat.gov.in ગુજહોમ ગુજરાત જીઓવી ડોટ ઈન વેબસાઈટ પર ક્લિક કરો અને તમારી સામે તેની અલગ અલગ પ્રકારની સર્વિસો આવી જશે 
  • હવે વેબસાઈટ પર તમે પ્રથમ વખત મુલાકાત લેતા હશો તો તમારે સૌ પ્રથમ ઉપર બતાવેલા લોગીન/રજીસ્ટ્રેશન પર ક્લિક કરી અને રજીસ્ટ્રેશન કરવાનું રહેશે. 
  • રજીસ્ટ્રેશન કરવા માટે નાનકડું ફોર્મ તમારે તમારી સાચી માહિતી આપી અને ભરવાનું રહેશે તથા યુઝર આઇડી અને પાસવર્ડ તમારે જે રાખવું હોય તે અંદર નાખી શકો છો. ત્યારબાદ કમ્પલેટ રજીસ્ટ્રેશન બટન ક્લિક કરી દો.
  • તો આ રીતે તમારું રજીસ્ટ્રેશન સફળતાપૂર્વક થઈ જશે.

પોલીસ એનઓસી ઓનલાઈન અરજી Police NOC certificate Online Apply

મિત્રો ઉપર જણાવ્યા અનુસાર આપણે રજીસ્ટ્રેશન સંપૂર્ણ કર્યા બાદ તમારે તમારા યુઝર આઈડી અને પાછળ વડે લોગીન કરી દેવાનું રહેશે. 

લોગીન કર્યા બાદ તમારી સામે જે અલગ અલગ 16 પ્રકારની છબીઓ છે તેમાંથી તમારે એપ્લાય એનઓસી પર ક્લિક કરવાનું રહેશે અને તમારી સાથે કોઈ ફોટો આઈડી તમારે રાખવાની રહેશે. ધના પર ક્લિક કર્યા બાદ તમારી સામે એક ફોર્મ ખુલશે છે જે તમારે તમારી સાચી માહિતી ભરવાની છે.

તમારે વેબસાઈટ ની અંદર એક પાસપોર્ટ સાઇઝનો તમારો ફોટો અપલોડ કરવાનો રહેશે અને તમારો આઈડી પ્રૂફ બંને વસ્તુ અપલોડ કરવાની છે. ત્યારબાદ કમ્પલેટ રજીસ્ટ્રેશન ના બટન પર ક્લિક કરો.

ત્યારબાદ તમારી સામે જે તમે માહિતી પેલી સંપૂર્ણ તમારી સામે આવી જશે અને તમારે કયા કારણો માટે એનઓસી કઢાવવાનું છે તેના પર ક્લિક કરો. તમારી સીટી પસંદ કરવાની રહેશે અને પોલીસ સ્ટેશનનું નામ અને તમારે નીચે દર્શાવેલા એગ્રીના બટન પર ક્લિક કરી અને સબમિટ કરવાનું રહેશે. એટલે તમારી સામે પછી રિક્વેસ્ટ નંબર અને તેની પ્રિન્ટ આઉટ તમને ડાઉનલોડ કરી શકાશે. 

નજીકના પોલીસ સ્ટેશનથી એનઓસી મેળવી શકશો 

ઓનલાઈન અપ્લાય કર્યા બાદ તમારે તે પ્રિન્ટ લઈ અને તમારા નજીકના પોલીસ સ્ટેશનમાં જે તમે અંદર દર્શાવેલું છે, ત્યાં જઈ અને આધાર કાર્ડ અને તમારા ફોટો સાથે તમે તમારું વેરિફિકેશન કરાઈ અને એનઓસી મેળવી શકો છો.

Gold Rate Today: સોનાના ભાવમાં ઘટાડો કે વધારો, જાણો આજના તાજા સોનાના ભાવ

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Comment