Swachh Bharat mission Yojana 2024: ટોયલેટ બનાવવા માટે સરકાર દ્વારા સહાય યોજના

WhatsApp Group Join Now

Swachh Bharat mission Yojana 2024: સ્વચ્છ ભારત મિશન યોજના અંતર્ગત ગ્રામ્ય વિસ્તારોમાં ટોયલેટ બનાવવા માટે સરકાર દ્વારા સહાય આપવામાં આવે છે. જે બહુ જ સરસ યોજના છે કે જેની થકી ગ્રામ્ય વિસ્તારોની અંદર જાગૃતિ આવે અને સ્વચ્છતા ની તરફ આગળ વધે અને ટોયલેટ જેવી જરૂરિયાત વસ્તુઓ ઊભી કરી શકે.

સ્વચ્છ ભારત મિશન અંતર્ગત અમલમાં મૂકવામાં આવેલી આયોજનની સંપૂર્ણ માહિતી આ લેખની અંદર મેળવીશું કે આ યોજનાની અંદર ઓનલાઇન અરજી કઈ રીતે કરવી અને તેનું ફોર્મ કઈ રીતે ભરવું.

સ્વચ્છ ભારત મિશન યોજના 2024 Swachh Bharat mission Yojana 2024

આ યોજનાની અંદર ગ્રામ્ય વિસ્તારના પાત્રતા ધરાવતા લોકોને યોજનામાં લાભ મળવા પાત્ર છે જેની અંદર ટોયલેટ બનાવવા માટે ૧૨ હજાર રૂપિયા જેટલી સરકાર દ્વારા સહાય આપવામાં આવે છે. આ યોજનાની અંદર તમારે લાભ મેળવવા માટે ઓનલાઈન ફોર્મ ભરવાનું રહેશે. ઓનલાઈન ફોર્મ કઈ રીતે ભરવું તે અંગેની વિગતવાર ચર્ચા આપણે આ લેખની અંદર કરવાના છીએ. યોજનાની અંદર લાભ મેળવવા માટે કેટલીક પાત્રતાઓ છે જે નીચે પ્રમાણે દર્શાવેલ છે.

ટોયલેટ બનાવવા યોજના માટે પાત્રતા

આ યોજનાની અંદર તમારે લાભ મેળવવા માટે કેટલીક પાત્ર તો તમે ધરાવતા હશો તો જ તમને આ યોજનાની અંદર લાભ મળશે.

  • આ યોજના માત્ર ગ્રામ્ય વિસ્તારના લોકો માટે જ છે.
  • યોજનામાં બીપીએલ ધારકો લાભ મેળવી શકે છે.
  • નાના અને સીમાંત ખેડૂતો શારીરિક રીતે વિકલાંગ વ્યક્તિ ભૂમિહીન મજૂરો કે જેમની જોડે જમીન નથી તે પ્રકારના એસસી એસટી ના વ્યક્તિઓને યોજનામાં અરજી કરવા માટે પાત્રતા ધરાવે છે.
  • અગાઉ આ યોજનાનો લાભ મળેલો હોવો જોઈએ નહીં.
  • અરજીની ચકાસણી કર્યા બાદ જ સુનિશ્ચિત કરવામાં આવશે.

યોજનામાં અરજી કઈ રીતે કરવી

આ યોજનાની અંદર તમારે અરજી કરવા માટે ઓનલાઈન ફોર્મ ભરવાનું રહેશે. ઓનલાઇન ફોર્મ તમારે સ્વચ્છ ભારત મિશન ની ઓફિસિયલ વેબસાઈટ કે જે sbm.gov.in છે તેના પર જઈ અને ભરવાનું રહેશે.

  • સૌપ્રથમ તમારે વેબસાઈટ પર જવાનું રહેશે વેબસાઈટના પ્રથમ પેજ ઉપર સ્વચ્છ ભારત મિશન ફેઝ ટુ આવશે જેની અંદર તમારે મોબાઈલ નંબર અને મોબાઈલ નંબર નું ઓટીપી તથા સિક્યુરિટી કોડ દાખલ કરવાનો રહેશે.
  • ત્યારબાદ તમારું રજીસ્ટ્રેશન થયા બાદ તમારે ફરીથી લોગીન કરવાનું રહેશે લોગીન કરવા માટે ઓટીપી દાખલ કરો અને મોબાઈલ નંબર દાખલ કરો.
  • ત્યારબાદ આગળ વધશો એટલે તમારો મોબાઈલ નંબર અને તમારું નામ ડિસ્પ્લે ઉપર આવી જશે. અને તેની નીચે પાત્રતા દર્શાવવામાં આવેલી હશે.
  • ત્યારબાદ તમારા ન્યુ એપ્લિકેશન કરી અને જે તમારી સામે સંપૂર્ણ ફોર્મ ભૂલ છે તે તમારે વિગતવાર ભરવાનું રહેશે.
  • સંપૂર્ણ વિગતવાર ફોર્મ ભર્યા બાદ તમારે તમારા બેંક ખાતાની પાસબુકની પ્રથમ પાનાની પ્રિન્ટ ડોક્યુમેન્ટ તરીકે અપલોડ કરવાની રહેશે.
  • અપલોડ કર્યા બાદ તમારે ફોર્મ ને અપ્લાય બટન પર ક્લિક કરી અને અરજી સંપૂર્ણ કરવાની છે.

જે કોઈપણ મિત્રોએ આ યોજનાનો લાભ મેળવેલ નથી તે આ યોજનાની અંદર આ રીતે અરજી કરી અને પાત્રતા અનુસાર લાભ મેળવી શકે છે.

Read More: પાવર ડ્રીવન ચાફ કટર ખરીદી પર સહાય | અનુસૂચિત જાતિના પશુપાલકોને ચાફ કટર ખરીદી પર સહાય

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Comment