કેન્દ્ર સરકાર દ્વારા દેશના દરેક નાગરિક સુધી વીજળી પહોંચાડવાના ઉમદા હેતુથી પ્રધાનમંત્રી સૌભાગ્ય યોજના (PM Saubhagya Yojana)ની શરૂઆત કરવામાં આવી છે. આ યોજના ગ્રામીણ અને શહેરી, બંને વિસ્તારોમાં આર્થિક રીતે પછાત પરિવારોને મફત વીજળી પુરી પાડવાની એક પહેલ છે. તો આજે આપણે આ લેખમાં પ્રધાનમંત્રી સૌભાગ્ય યોજનાની પાત્રતા, વિશેષતાઓ અને તેનાથી થતા લાભો વિશે વિગતવાર માહિતી મેળવીશું.
પ્રધાનમંત્રી સૌભાગ્ય યોજનાની પાત્રતા:
- તમારા કુટુંબમાં ત્રણથી ઓછા પાકાં રૂમ હોવા જોઈએ.
- પાંચ એકરથી ઓછી જમીન ધરવાતા ખેડુતો યોજનાને પાત્ર ગણાશે.
- ખેડૂત ક્રેડિટ કાર્ડની મર્યાદા ₹50,000 થી ઓછી હોવી જોઈએ.
- કુટુબનો કોઈપણ સભ્ય આવક વેરો ના ભરતો હોવો જોઈએ.
- તમારા કુટુબમાં કોઈપણ વ્યક્તિની માસિક આવક ₹10,000 થી વધુ ન હોવી જોઈએ.
- પરિવાર પાસે રેફ્રિજરેટર કે લેન્ડલાઈન કનેક્શન ન હોવું જોઈએ.
- ત્રણ કે ચાર પૈડાવાળા ખેતીના સાધનો ધરાવતા ખેડૂત પરિવારો પણ આ યોજના માટે પાત્ર નથી.
તો ઉપરોક્ત તમામ બાબતોને ધ્યનામાં લઈને આર્થિક રીતે પછાત વર્ગના જરુરીયાત મંદ લોકો આ યોજના માટે લાયક ગણાશે.
પ્રધાનમંત્રી સૌભાગ્ય યોજનાની મુખ્ય વિશેષતાઓ:
- વીજળી વંચિત વિસ્તારોમાં સરકાર દ્વારા સોલાર પેક આપવામાં આવશે.
- દરેક પરિવારને પાંચ LED બલ્બ અને એક સોલાર પંખો મળશે.
- દુર્ગમ વિસ્તારોમાં કયાં જ્યાં સુધી લાઈટ કનેકશન નથી તેઓને 200-300 વોટના સોલાર પેક અને બેટરી પેક આપવામાં આવશે.
સૌભાગ્ય યોજનાના લાભો:
- ગ્રામીણ અને શહેરી વિસ્તારોમાં ગરીબ પરિવારોને સબસિડીવાળા વીજળી બિલ.
- પાત્રતા ધરાવતા પરિવારોને મફત વીજ જોડાણ.
- અંદાજે 3 કરોડ પરિવારોને લાભ.
- પરંપરાગત વીજ પુરવઠો શક્ય ન હોય તેવા વિસ્તારોમાં સોલાર પેક.
- દરેક પરિવારને પાંચ વર્ષ માટે LED લાઈટ, DC પંખો અને DC પાવર પ્લગ મળશે.
ઓનલાઈન અરજી કેવી રીતે કરવી:
- સૌભાગ્ય યોજનાની અધિકૃત વેબસાઈટ http://www.saubhagya.gov.in/ ની મુલાકાત લો.
- તમને વેબસાઈટના હોમ પેજ પર “ગેસ્ટ” નામનો વિકલ્પ દેખાશે જેના પર ક્લિક કરો.
- ત્યારબાદ આગળા “સાઇન ઇન” વિકલ્પ પર ક્લિક કરો.
- હવે તમારી યુઝર આઈડી અને પાસવર્ડ દાખલ કરો.
- છેલ્લે અરજી ફોર્મ ભરવાની પ્રક્રિયા પૂર્ણ કરો અને તમારા ફોર્મને સબમિટ કરો
વધુમાં, તમે ગૂગલ પ્લે સ્ટોર પરથી સૌભાગ્ય યોજનાની મોબાઈલ એપ્લિકેશન ડાઉનલોડ કરીને પણ અરજી કરી શકો છો.
તો મિત્રો તમે પણ હવે પ્રધાનમંત્રી સૌભાગ્ય યોજનાનો લાભ મેળવીને મફત વિજળી કનેકશન મેળવી શકો છો જેના માટે તમારે સત્તાવાર સાઈટની મુલાકાત લેવાની રહેશે, આભાર.
Read More: Battery Pump Sahay Yojana: બેટરી પંપ સહાય યોજનામાં ખેડુતોને મળશે 10000 ની સહાય