GPSC Recruitment 2024-25: મદદનીશ ઈજનેર પદ પર ટોટલ 250 જગ્યાઓ પર ભરતીની જાહેરાત, ગ્રેજ્યુએટ ઉમેદવારો જરૂર જુએ

WhatsApp Group Join Now

GPSC Recruitment 2024-25 : ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા ભરતી જાહેર કરવામાં આવી છે તેથી જે ઉમેદવારો જીપીએસીની તૈયારી કરી રહ્યાં છે તેઓ એ આ ભરતી વિષે જરૂર જાણવું જોઈએ, તો ચાલો જાણીએ કે આ ભરતીમાં કોણ કોણ અરજી કરી શકે તેમજ અરજી કરવાની છેલ્લી તારીખ તેમજ અન્ય મહત્વની બાબતો.

GPSC Recruitment 2024-25 | 250 જગ્યાઓ પર ભરતી

ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા મદદનીશ ઈજનેર (સિવિલ) પદ પર 250 ખાલી જગ્યાઓ પર ભરતી કરવા માટે જાહેરાત કરી છે, ચાલો જાણીએ કે કેટેગરી મુજબ કેટલી કેટલી જગ્યાઓ ફાળવવામાં આવી છે.

  • જનરલ કેટેગરી માટે 99 જગ્યાઓ
  • ઈડબલ્યુએસ કેટેગરી માટે 58 જગ્યાઓ
  • ઓબીસી કેટેગરી માટે 54 જગ્યાઓ
  • એસએસસી કેટેગરી માટે 24 જગ્યાઓ
  • એસટી કેટેગરી માટે 15 જગ્યાઓ

અરજી કરવા માટે છેલ્લે તારીખ

જે ઉમેદવારો જીપીએસીની તૈયારી કરી રહ્યાં છે અને નીચે મુજબની લાયકાત ધરાવે છે અને આ ભરતીમાં અરજી કરવા ઈચ્છે છે તે ઉમેદવારોને જણાવી દઈએ કે આ ભરતીમાં તમે તારીખ 30/11/2024 સુધી ઓનલાઇન અરજી કરી શકશો.

કોણ કોણ અરજી કરી શકે ?

અરજી કરવા માટે ઉમેદવાર પાસે જરૂરી શૈક્ષણિક લાયકાત હોવી જરૂરી છે એટલે જે ઉમેદવારો સરકાર માન્ય સંસ્થામાંથી એન્જિનિયરિંગ (સિવિલ) અથવા ટેકનોલોજી (સિવિલ) માં ગ્રેજ્યુએશનની ડિગ્રી મેળવેલ છે તે ઉમેદવારો આ ભરતીનો લાભ મેળવી શકશે.

આ ઉપરાંત ઉંમર મર્યાદાની વાત કરીએ તો જે ઉમેદવારોની ઉંમર 35 વર્ષ સુધીની છે તેઓ આ ભરતીમાં ફોર્મ ભરી શકશે આ ઉપરાંત ઉંમર માં છૂટછાટ પણ આપવામાં આવી છે જેની વિગતવાર માહિતી તમે સતાવાર જાહેરાત માંથી મેળવી શકશો.

અરજી ફી

જે ઉમેદવારો આ ભરતીમાં ફોર્મ ભરવા ઈચ્છે છે અને તેઓ અનામત કેટેગરી એટલે કે જનરલ કેટેગરીમાં આવે છે તેઓ એ અરજી ફી તરીકે સો રૂપિયા ઉપરાંત અન્ય ચાર્જ પણ આપવો પડશે જ્યારે અન્ય કેટેગરીના ઉમેદવારો માટે અરજી ફી રાખવામાં આવી નથી તેઓ વિના મૂલ્યે અરજી કરી શકે છે.

પગાર ધોરણ

આ ભરતીમાં જે ઉમેદવારની પસંદગી મદદનીશ ઈજનેર તરીકે થઈ જાય છે તે ઉમેદવારને મહિને પે મેટ્રિક સ્કેલ લેવલ-8 મુજબ ₹44,990 – ₹ 1,42,400 પગાર આપવામાં આવશે.

ઓનલાઇન ફોર્મ કેવી રીતે ભરવું ?

જે ઉમેદવારો આ ભરતી માટે યોગ્ય લાયકાત ધરાવે છે અને આ ભરતીમાં ફોર્મ ભરવા ઈચ્છે છે તે ઉમેદવારોએ તારીખ 30/11/2024 સુધીમાં https://gpsc.gujarat.gov.in/ આ વેબસાઈટ પર જરૂરી વિગતો દાખલ કરી ફોર્મ ભરવાનું રહેશે.

ખાસ નોંધ : જે ઉમેદવારો આ ભરતીમાં ફોર્મ ભરવા ઈચ્છે છે તેઓને જણાવી દઈએ કે અરજી કરતા પહેલા ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા જાહેર કરાયેલ જાહેરાતની સંપૂર્ણ જાણકારી મેળવી લેવી ત્યારબાદ જ અરજી કરવી.

આશા રાખું છું કે તમને આ માહિતી પસંદ આવી હશે જો આ માહિતી પસંદ આવી હોય તો તમારા મિત્રોને જરૂર શેર કરજો તેમજ આવી રીતે નવી નવી સરકારી ભરતીની માહિતી મેળવવા માટે અમારી સાથે જોડાયા રહો, ધન્યવાદ.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Comment