Rule for Marriage Certificate : ભારતમાં કોઈ પણ યુગલના લગ્ન થઈ ગયાં બાદ મેરેજ સર્ટીફીકેટ બનાવવું જરૂરી બને છે, મેરેજ સર્ટીફીકેટ બનાવ્યા બાદ જ તમે સરકારની નજરમાં મેરીડ કપલ સાબિત થાઓ છો. એટલે યુગલના લગ્ન થયા બાદ મેરેજ સર્ટીફીકેટ કઢાવવું લાભદાયી અને જરૂરી બને છે પરંતુ આ વિશે ઘણા લોકોના પ્રશ્ન હોય છે કે લગ્ન થાય બાદ કેટલા સમયની અંદર મેરેજ સર્ટીફીકેટ કઢાવવું પડશે અને જો મોડું થાય તો શું થાય તેમજ મેરેજ સર્ટીફીકેટ ક્યાં કઢાવવું પડે વગેરે વગેરે… તમારા આ સવાલોના જવાબ તમને આ લેખમાં મળવાના છે તો આ લેખ છેલ્લે સુધી જરૂર વાંચજો.
Rule for Marriage Certificate | લગ્ન થયાના કેટલા સમયમાં મેરેજ સર્ટીફીકેટ કઢાવવું પડે
સૌ પ્રથમ વાત કરીએ કે લગ્ન થયાના કેટલા સમયમાં મેરેજ સર્ટીફીકેટ કઢાવવું પડે અને મોડું થાય તો શું નિયમ છે, સરકારના નિયમ પ્રમાણે મેરેજ થયાના ત્રીસ દિવસની અંદર મેરેજ સર્ટીફીકેટ બનાવી લેવાનું રહેશે, જો કે તે યુગલ ત્રીસ દિવસની અંદર મેરેજ સર્ટીફીકેટ નથી કઢાવતા તો તેને લેટ ફી ભરવી પડશે અને ત્યારબાદ જ મેરેજ સર્ટીફીકેટ બનાવી શકશે.
જો ત્રીસ દિવસ સુધીમાં મેરેજ સર્ટીફીકેટ માટે અરજી કરતા નથી તો તમે લેટ ફી ભરીને લગ્ન થયાના પાંચ વર્ષ સુધીમાં મેરેજ સર્ટીફીકેટ માટે અરજી કરી શકો છો પણ આ માટે તમારે જિલ્લા રજીસ્ટાર પાસેથી પરવાનગી લેવી પડે છે, પરવાનગી મળ્યા બાદ જ આગળની પ્રક્રિયા હાથ ધરાઈ છે.
મેરેજ સર્ટીફીકેટ માટે ક્યાં અરજી કરવી ?
લગ્ન થાય ત્યારબાદ વિવાહિત યુગલ મેરેજ સર્ટીફીકેટ કઢાવવા માટે સબંધિત વિસ્તારના રજીસ્ટારની ઓફિસે જઈને આ માટે અરજી કરી શકે છે પરંતુ જો તમે ગ્રામ્ય વિસ્તારના રહેવાસી છો તો તમારે ગામની ગ્રામપંચાયત ઓફિસે જઈ આ માટે અરજી કરવી પડે છે.
આ ઉપરાંત તમે મેરેજ સર્ટીફીકેટ માટે ઓનલાઇન પણ અરજી કરી શકો છો.
આશા રાખું છું કે તમને આ માહિતી પસંદ આવી હશે અને ઉપયોગી લાગી હશે જો તમારા કોઈ મિત્રના લગ્ન થવાના છે કે નવા નવા લગ્ન થયા છે તો તેઓને આ લેખ જરૂર શેર કરજો કેમ કે લગ્ન બાદ કુંવરબાઈનું મામેરુ જેવી યોજનાનો લાભ લેવા માટે પણ મેરેજ સર્ટીફીકેટની જરૂર પડે છે અને આવી જ રીતે કામના સરકારી સમાચારની માહિતી માટે અમારી સાથે જોડાયા રહો, ધન્યવાદ.