Advisory For Gujarat Farmers : ગુજરાત સરકાર હંમેશા ગુજરાતના ખેડૂતોના હિત માટે ઊભી હોય છે એટલા માટે જ ગુજરાતના ખેડુતો માટે અલગ અલગ પ્રકારની સહાય જાહેર કરવા માટે આઇ ખેડુત પોર્ટલ સરકાર દ્વારા ચલાવવામાં આવે છે આ ઉપરાંત પણ સરકાર દ્વારા વિપત્તિ સમયે ખેડૂતોને નાણાકીય સહાય આપે છે અને અનેક જાહેરાતો કરે છે, આવી જ ગુજરાત સરકાર દ્વારા ખેડૂતોના હિતમાં જાહેરાત કરવામાં આવી છે, તો ચાલો જાણીએ કે આ જાહેરાતમાં શું શું કહેવામાં આવ્યું છે.
રવિ પાકના વાવેતર માટે એડવાયઝરી | advisory for gujarat farmers
સામાન્ય રીતે ખેડૂતો દિવાળી પછી ખેડૂતો રવી પાકોનું વાવેતર કરતા હોય છે અથવા તો આ માટેની તૈયારીઓ કરતા હોય છે પરંતુ તમને ખબર હશે કે હવે દિવસ દરમ્યાન સામાન્ય કરતાં વધારે તાપમાન જોવા મળે છે અને ગ્લોબલ વોર્મિંગ ના કારણે હવામાનમાં ફેરફારો પણ થતાં રહે છે તેથી આ હવામાનના ફેરફારોના કારણે ખેડૂતોને નુકશાન ન થાય તે માટે ગુજરાત સરકારે રવી પાકના વાવેતર માટે ખેડૂતોને કેટલીક સલાહ આપી છે, જે નીચે મુજબ છે.
ગરમ તાપમાન દરમ્યાન વાવેતર ન કરવું
સામાન્ય રીતે રવી પાક માટે ગરમ તાપમાન અનુકૂળ હોતું નથી, જો ગરમ તાપમાનમાં રવી પાકોનું વાવેતર કરવામાં આવે તો પાકનું યોગ્ય વિકાસ કે વૃદ્ધિ થતી નથી તેથી સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલ એડવાયાઝરી માં જણાવવામાં આવ્યું છે કે ખેડૂતોને ગરમ તાપમાન કે ગરમ હવામાન દરમ્યાન રવી પાકનું વાવેતર ના કરવું જોઈએ ઉપરાંત સાંજ કે સવારના સમયે વારંવાર હળવું પિયત કરવું જોઈએ જો શક્ય હોય તો ફુવારા દ્વારા પિયત કરવું જોઈએ. આ રીતે વાવેતર કરવાથી ખેડૂતો રવી પાકના નુકશાન થી બચી શકે છે.
અગાઉ થી બીજ મેળવી લેવા
ગ્લોબલ વોર્મિંગ થી વાતાવરણમાં થતાં ફેરફારોને કારણે રવી પાકને નુકશાનથી બચવા માટે ખેડૂતોએ રવી પાક જેવા કે ચણા, રાઈ, લસણ, જીરું, ઘઉં, ધાણા, ડુંગળી અને મેથી જેવા પાકના સારી ક્વોલિટીના બીજ અગાઉ થી મેળવી લેવા જોઈએ.
ટેકનોલોજીનો ઉપયોગ
આ ઉપરાંત સરકાર દ્વારા જાહેર કરાયેલ એડવાયઝરીમાં જણાવવામાં આવ્યું છે કે ખેડૂતોને MEGHDOOT નામની એપ્લીકેશનનો પણ ઉપયોગ કરવાનું જણાવ્યું છે, આ મેઘદૂત નામની એપ્લિકેશનમાં સરકાર દ્વારા હવામાન ની આગાહી તેમજ ખેડૂતો માટે ખેતીના કામને લાગતી સલાહ પણ નિષ્ણાંતો દ્વારા આપવામાં આવે છે. આ એપ્લિકેશન તમે પ્લે સ્ટોર પરથી સરળતાથી ડાઉનલોડ કરી શકો છો.
આશા રાખું છું કે તમને આ માહિતી પસંદ આવી હશે જો માહિતી પસંદ આવી હોય તો તમારા ખેડૂત મિત્રોને આ માહિતી જરૂર શેર કરજો અને આવી રીતે કામના સરકારી સમાચારની માહિતી મેળવવા અમારી સાથે જોડાયા રહો, ધન્યવાદ.