Additional Pension For Pensioners: આવતી દિવાળીએ થી જ પેન્શન ધારકોના પેન્શનમાં વધારો, જાણો સરકારની જાહેરાત

WhatsApp Group Join Now

Additional Pension For Pensioners : આ વર્ષે સરકારી કર્મચારીઓને દિવાળીની ભેટ પર ભેટ મળી રહી છે. પહેલા ગુજરાત સરકાર દ્વારા જાહેરાત થઈ કે સરકારી કર્મચારીઓના ઓક્ટોબર મહિનાનો પગાર એડવાન્સ માં ચૂકવશે ત્યારબાદ મધ્યાહન ભોજન યોજના હેઠળ અમુક કર્મચારીઓને પગારમાં સીધો દસ હજારનો વધારો અને હવે પેન્શન ધારકોના પેન્શનમાં વધારાની જાહેરાત કરવામાં આવી છે તો ચાલો આ વિશે વિગતવાર વાત કરીએ…

વધારાનું પેન્શન આપવામાં આવશે | Additional Pension For Pensioners

કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે કેન્દ્ર સરકારના પેન્શન અને પેન્શનર્સ વેલફેર ડિપાર્ટમેન્ટે (DoPPW) દ્વારા વધારાના પેન્શનની જાહેરાત કરાઈ છે, આ વધારાનું પેન્શનની રકમ પેન્શન ધારકોની ઉમર પર આધાર રાખશે. પેન્શન ધારકોની ઉમર જેટલી વધુ હશે તેટલી જ વધુ પેન્શનની રકમ હશે અને આ વધારાની પેન્શન રકમને “કમ્પેનશનટ ભથ્થું” એટલે કે રહેમતી ભથ્થુ કહેવામાં આવશે, તો ચાલો જોઈએ કે કેટલી ઉંમરના પેન્શન ધારકોને કેટલું વધારાનું પેન્શન મળશે.

ઉમર પ્રમાણે રહેમતી ભથ્થુ

  • જે પેન્શનધારકોની ઉંમર 80 વર્ષથી 85 વર્ષ સુધીની છે, તેઓને તેમના મૂળ પેન્શનના 20% વધારાનું ભથ્થું મળશે.
  • જે પેન્શનધારકોની ઉંમર 85 વર્ષથી 90 વર્ષ સુધીની છે, તેઓને તેમના મૂળ પેન્શનના 30% વધારાનું ભથ્થું મળશે.
  • જે પેન્શનધારકોની ઉંમર 90 વર્ષથી 95 વર્ષ સુધીની છે, તેઓને તેમના મૂળ પેન્શનના 40% વધારાનું ભથ્થું મળશે.
  • જે પેન્શનધારકોની ઉંમર 95 વર્ષથી 100 વર્ષ સુધીની છે, તેઓને તેમના મૂળ પેન્શનના 50% વધારાનું ભથ્થું મળશે.
  • જે પેન્શનધારકોની ઉંમર 100 વર્ષથી વધુ છે, તેઓને તેમના મૂળ પેન્શનના 100% વધારાનું ભથ્થું મળશે.

રહેમતી ભથ્થુ નો લાભ કોને મળશે

જે પેન્શન ધારકોની ઉમર 80 વર્ષ કે તેથી વધારે છે તેઓને જ આ વધારાના પેન્શનનો લાભ મળવા પાત્ર થશે, કેટલી ઉંમરે કેટલો લાભ મળશે તેની માહિતી ઉપર આપેલી છે.

જો તમારા કોઈ મિત્ર કેન્દ્ર સરકાર હેઠળ પેન્શન ધારક છે તો તેઓને આ લેખ જરૂર શેર કરજો જેથી તેઓને પણ આ દિવાળી ભેટ સ્વરૂપે સારા સમાચારની માહિતી મળી રહે અને હા વધુમાં જણાવી દઈએ કે આ રહેમતી ભથ્થુ તાત્કાલિક ધોરણે લાગુ કરવામાં આવશે.

આશા રાખું છું કે તમને આ માહિતી પસંદ આવી હશે, જો તમે આવી જ રીતે કામના સમાચાર વિશેની માહિતી મેળવવા ઈચ્છો તો અમારી સાથે જોડાયા રહેજો, ધન્યવાદ.

Read More: Union bank Recruitment 2024: ગ્રેજ્યુએટ ઉમેદવારો માટે નવી ભરતીની જાહેરાત, છેલ્લી તારીખ પહેલાં અહી અરજી કરો

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Comment