Bank Holidays in this diwali: તમને બધાને ખબર જ છે કે દિવાળીએ ભારતનો સૌથી મોટો તહેવાર છે અને દિવાળી જેવા મોટા તહેવારોમાં સરકારી દફતર તેમજ સરકારી કર્મચારીઓને ઘણા દિવસોની રજા હોય છે, ખાસ કરીને શાળા કોલેજોમાં તો દિવાળી માટે 21 દિવસોનું વેકેશન આપવામાં આવે છે, એવામાં આપણા મનમાં સવાલ થાય કે દિવાળીના દિવસોમાં બેંકો કેટલા દિવસ બંધ રહેશે, આજના આ લેખમાં તમને એ જ જાણકારી આપવામાં આવશે કે આ દિવાળીના દિવસોમાં બેંકો પર ક્યાં કયા દિવસે રજા હશે.
દિવાળીના દિવસોમાં આ દિવસે બેંક બંધ રહેશે | Bank Holidays in this diwali
- 31 ઓક્ટોબરે દિવાળી હોવાથી ગુજરાતમાં બેંક બંધ રહેશે પરંતુ ઉતરાખંડ, જમ્મુ અને કાશ્મીર, મહારાષ્ટ્ર વગેરે જેવા રાજ્યમાં આ દિવસે બેંક શરૂ હશે.
- 1 નવેમ્બરે ગુજરાતમાં બેંક શરૂ રહેશે પરંતુ મહારાષ્ટ્ર, ઉતરાખંડ અને જમ્મુ કશ્મીર વગેરે જેવા રાજ્યમાં આ દિવસે બેંક બંધ રહેશે.
- 7 નવેમ્બરે છઠ પૂજા હોવાથી પશ્ચિમ બંગાળ, બિહાર, ઝારખંડ જેવા રાજ્યોમાં બેંક બંધ રહેશે પરંતુ આ દિવસે ગુજરાતમાં બેંક શરૂ હશે.
- 8 નવેમ્બરે પણ ઉપર દર્શાવેલા રાજ્યોમાં બેંક બંધ રહેશે, પણ ગુજરાતમાં શરૂ હશે.
આ ઉપરાંત તમને વધુમાં જણાવી દઈએ કે 26 ઓક્ટોબરે ઓક્ટોબર મહિનાનો ચોથો શનિવાર હોવાથી બેંક ઓફ બંધ રહેશે અને 27 ઓક્ટોબરે રવિવાર હોવાથી બેંક ઓફ બંધ રહેશે.
આવી રીતે 26 ઓક્ટોબર થી 8 નવેમ્બર સુધી જોઈએ તો ગુજરાતમાં ટોટલ ત્રણ દિવસ બેંક બંધ રહેશે.. 26 ઓક્ટોબર, 27 ઓક્ટોબર અને 31 ઓક્ટોબર તેમજ રવિવારની રજા આવતી હોય તો તે, આથી જો તમારે બેંકનું કોઈ કામ હોય તો આ રજાના દિવસો સિવાય બેંકે જઈ શકો છો.
આ ઉપરાંત બેન્કિંગની ઓનલાઇન સુવિધા જેમ કે યુંપીઆઈ તો ચાલુ જ રહેશે, તો નાના મોટા પેમેન્ટ તો ઓનલાઇન ચાલુ જ રહેશે.
આશા રાખું છું કે તમને આ માહિતી પસંદ આવી હશે, જો તમારા મિત્રને બેંકનું કોઈ કામ બાકી હોય તો તેને આ લેખ જરૂર શેર કરજો તેમજ આવા કામના સમાચારની માહિતી મેળવવા અમારી સાથે જોડાયા રહો, ધન્યવાદ.