tekana bhav registration gujarat : ખેડૂતો માનવજાતિના અન્નદાતા કહેવાય છે અને જો અન્નદાતા ખુશ રહે તો જ માનવજાતિ ખુશ રહે છે, આ ખેડૂતો સ્વરૂપ અન્નદાતાઓને ખુશ કરવા માટે ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે, આ નિર્ણય ખેડૂતોને માટે લાભદાયી છે તો જો તમે પણ ખેડૂત છો અને આ લાભદાયી સમાચાર વિશે જાણવા ઈચ્છો છો તો આ લેખ છેલ્લે સુધી જરૂર વાંચજો.
લાભ પાંચમ પર ખેડૂતોનો લાભ
ગુજરાતના મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્ર પટેલ આ તહેવારોના દિવસોમાં ખેડૂતો પર મહેરબાન થયા છે, જે પણ ખેડૂતોએ ખરીફ પાકનું વાવેતર કર્યું અને તે પોતાના ખરીફ પાકનું વેચાણ ટેકાના ભાવે કરવા ઈચ્છે છે તો ગુજરાત સરકાર તેવા ખેડૂતો પાસે લાભ પાંચમના દિવસે ખરીફ પાકોની ખરીદી કરશે, આ દિવસે ખરીફ પાકો જેમ કે ડાંગર, બાજરી, જુવાર, રાગી અને મકાઈ જેવા ખરીફ પાકોની ટેકાના ભાવે સરકાર ખરીદી કરશે એટલું જ નહીં ગુજરાત સરકાર એક ક્વિન્ટલ દીઠ ₹300 નું બોનસ પણ આપશે. જો તમે પોતાના પાકને ટેકાના ભાવે વેચવા ઈચ્છો છો તો આ માટે પહેલા રજીસ્ટ્રેશન કરવું પડશે, તેની માહિતી નીચે મુજબ છે.
આ તારીખે અહી રજીસ્ટ્રેશન કરાવો | tekana bhav registration gujarat
ધ્યાન રહે જે ખેડુતો પોતાના પાકને ટેકાના ભાવે વેચવા માંગે છે તેઓએ તારીખ 31/10/2024 સુધીમાં રજીસ્ટ્રેશન કરાવવુ પડશે, કે ખેડૂતો ગ્રામ્ય વિસ્તારના છે તેઓએ ગામના VCE પાસે જઈ રજીસ્ટ્રેશન કરવાનું રેહશે જ્યારે તાલુકા કક્ષાએ રેહતા ખેડૂતોએ નિગમના ગોડાઉન એ જઈ રજીસ્ટ્રેશન કરવાનું રહેશે, પરંતુ રજીસ્ટ્રેશન કરવા જાઓ ત્યારે નીચેના ડોક્યુમેન્ટ્સ સાથે લઈ જવા પડશે.
સાથે લઈ જવાના ડોક્યુમેન્ટ્સ
- આધારકાર્ડની નકલ
- સાત બાર અને આઠ અ ની નકલ
- ગામ નમૂના બાર માં પાક વાવણી અંગે નોંધ ના થઇ હોય તો પાકની વાવણી અંગેનો તલાટીના સહી સિક્કા સાથેનો દાખલો
- બેંક ખાતાના પાસબૂકની નકલ
ધ્યાન રાખવા જેવી બાબતો
- જે ખેડૂતોને ટેકાના ભાવે પોતાનો પાક વેચવો છે અને રજીસ્ટ્રેશન કરેલું હશે તેઓને ટેકાના ભાવે પાકની ખરીદી માટે જાણકારી માટે તેઓના મોબાઇલમાં SMS મોકલવામાં આવશે તેથી રજીસ્ટ્રેશન કરાવતી વખતે ચાલુ મોબાઈલ નંબર હોય તે જ દેવા.
- ટેકાના ભાવે ખરીદી 6 નવેમ્બર થી 25 જાન્યુઆરી સુધી કરવામાં આવશે.
- ખરીદી વખતે ખેડુતો એ પોતાનું ઓળખપત્ર સાથે રાખવાનું રહેશે.
- રજીસ્ટ્રેશન વખતે તમામ માહિતી સાચી આપવી, જો માહિતી ખોટી સાબિત થશે તો તમારી નોંધણી રદ થશે.
દરેક ખેડૂત મિત્રોને જણાવી દઈએ કે આ અંગે તમને કોઈ પણ સવાલ હોય તો તમે હેલ્પલાઇન નંબર 8511171718 અને 8511171719 નો સંપર્ક કરી શકો છો.
જો તમારો કોઈ મિત્ર ખેડૂત છે તો તેને આ સમાચાર જરૂર શેર કરજો તેમજ આવી રીતે કામના સરકારી સમાચાર ની માહિતી મેળવવા માટે અમારી સાથે જોડાયા રહો, ધન્યવાદ.