મિત્રો આપણે આજે પશુપાલન માટેની સહાયની યોજના વિશેની વાત કરીશું કે જેની અંદર પશુઓને રાખવા માટે કેટલ શેડ અને પાણી માટેની ટાંકી બનાવવા માટે 30000 રૂપિયા સુધીની સહાય આપવામાં આવે છે સરકાર દ્વારા તો મિત્રો આપણે આ યોજના વિશેની સવિસ્તાર માહિતી આ લેખની અંદર મેળવીશું આ યોજનાની અંદર કઈ રીતે અરજી કરવી અને જરૂરી ડોક્યુમેન્ટ વિશે માહિતી મેળવીએ.
આ યોજનાએ ગુજરાત સરકારના પશુપાલન વિભાગ દ્વારા અમલમાં મૂકવામાં આવેલી છે. કે જેની અંદર કેટલછેડ અને પીવાના પાણીની ટાંકી બનાવવા માટે સહાય આપવામાં આવી રહી છે આ યોજના માટે તમે ઓનલાઈન અરજી કરી શકો છો ઓનલાઇન અરજી કરવા માટે કેટલીક પાત્રતાઓ કે જે નીચે પ્રમાણે દર્શાવેલ છે.
Cattle shed Sahay Yojana 2024
પશુપાલન માટે કેટલછેડ બનાવવા માટે કોને કોને લાભ મળશે
- આજના માટે લાભાર્થી ગુજરાતનો હોવો જરૂરી
- આયોજનની અંદર અનુસૂચિત જાતિના પશુપાલકોને લાભ મળશે
- યોજનાની અંદર કુલ ખર્ચના 75% ની સહાય મળશે
- પશુપાલન મિત્ર ગાય અને ભેંસ માંના પશુ માટે આ સહાય મળવાની છે
- ગાય કે ભેંસ વર્ગના પશુ માંથી બે કે તેથી વધારે પશુ હોવા જરૂરી છે.
- આ યોજનાની અંદર આજીવનમાં એકવાર જ લાભ મળવા પાત્ર છે.
મળવા પાત્ર લાભ
આયોજનની અંદર ઉપર દર્શાવેલી જે પાત્રતાઓ તમે ધરાવતા હશો તો પશુપાલન મિત્રોને કેટલેડ બનાવવા માટે જે ખર્ચ થશે તેના 75% અથવા તો રૂપિયા 30,000 જે બંનેમાંથી ઓછું હશે તે આ સહાયની અંદર મળવા પાત્ર થશે.
જરૂરી દસ્તાવેજ
આ યોજનાની અંદર અરજી કરવા માટે તમારે કેટલાક ડોક્યુમેન્ટની જરૂર પડશે જે નીચે પ્રમાણે દર્શાવેલા છે. કે જે તમારે અરજી ફોર્મ ની સાથે જોડવાના રહેશે.
- જાતિનો દાખલો
- જો દિવ્યાંગો તો સક્ષમ અધિકારીનો દિવ્યાંગનું પ્રમાણપત્ર
- રેશનકાર્ડ ની નકલ
- બેંક ખાતાની પાસબુક અથવા તો કેન્સલ ચેક
- જે જમીન ઉપર કેટલ કે પાણીની ટાંકી બનાવવાની છે તે જમીનનો આધાર
- લાભાર્થીનું સંમતિ પત્ર
- બે કે તેથી વધુ દુધાળા પછી ધરાવો છો તે અંગેનો પુરાવા માટે નો દાખલો
- સરકાર માન્ય ઓળખ પત્ર કે જેમાં તમારો ફોટો હોય
યોજનામાં અરજી કેવી રીતે કરવી
આ યોજનાની અંદર અરજી ઓનલાઇન કરવાની રહેશે અને ત્યારબાદ તે અરજીની પ્રિન્ટ કરાવી અને ઉપર દર્શાવેલા ડોક્યુમેન્ટો સાથે જોડી અને પશુપાલન ની કચેરીમાં સાત દિવસની અંદર તમારે ડોક્યુમેન્ટ અને અરજીની પ્રિન્ટ જમા કરાવવાની રહેશે.
- અરજી કરવા માટે તમારે સૌ પ્રથમ આઈ પોર્ટલની વેબસાઈટ પર જવાનું છે અને ત્યારબાદ વીજ યોજનામાં અરજી કરો તેના પર ક્લિક કરો.
- ત્યાં તમારે પશુપાલન ની યોજનાઓમાં ક્લિક કરી અને કેટલ શેડ અને પાણીની ટાંકી બનાવવા માટેની યોજના માટે અરજી કરવા પર ક્લિક કરો
- ત્યારબાદ તમે નવી અરજી પર ક્લિક કરી અને તમારી સામે જે ફોર્મ આવશે તે ભરી અને તમે અરજી કન્ફર્મ કર્યા બાદ તેની પ્રિન્ટ કઢાવી અને જરૂરી ડોક્યુમેન્ટ જોડી અને પશુપાલન કચેરીમાં મોકલવાના રહેશે.
Read More:- Vyaktigat Awas Yojana 2024: વ્યક્તિગત આવાસ યોજનામાં નાગરિકોને મળશે 1,20,000 ની સહાય, તપાસો અરજીની માહિતી
તો તમે આ રીતે આ યોજના અંદર લાભ મેળવી શકો છો અને પશુ માટે કેટલછેડ અને પાણીની ટાંકી બનાવી શકો છો.