Ambedkar aawas Yojana: આંબેડકર આવાસ યોજના વિશે આપણે આજે વાત કરવાના છીએ કે જેની અંદર સરકાર દ્વારા 1,32,000 રૂપિયા સુધીની સહાય આપવામાં આવતી હોય છે.
આંબેડકર આવાસ યોજનાની અંદર કઈ રીતે તમે ઓનલાઈન ફોર્મ ભરી શકો છો અને ઓનલાઈન ફોર્મ ભરવા માટે તમારે કયા કયા ડોક્યુમેન્ટ ની જરૂર પડી શકે છે તે અંગેની સંપૂર્ણ માહિતી આપણે આ લેખની અંદર મેળવીએ.
ડૉ આંબેડકર આવાસ યોજના 2024
આ યોજનાએ સમાજ કલ્યાણ દ્વારા સામાજિક જ્ઞાનને અધિકારીતા વિભાગ દ્વારા અમલમાં મૂકવામાં આવેલી યોજના છે. જેના થકી મકાન બનાવવા માટે સહાય આપવામાં આવે છે. યોજનાની અંદર મુકામ બનાવવા માટે કુલ ₹1,20,000 જેટલી સહાય આપવામાં આવતી હોય છે. અને જેમને શૌચાલય બનાવવા માટેની સહાય ના મળેલી હોય તો તેમને 12000 રૂપિયા તેના માટે મળવા પાત્ર છે એટલે આ મળી એની કુલ 1 લાખની 32 હજાર રૂપિયા જેટલી સહાય મળવા પાત્ર હોય છે. યોજનાની અંદર લાભ મેળવવા માટે કેટલી પાત્રતાઓ અને નિયમો છે.
ડૉ આંબેડકર આવાસ યોજના માટેનો મુખ્ય હેતુ
આ યોજનાની મુખ્ય હેતુ કે જે અનુસૂચિત જાતિના નબળાઈ આર્થિક સ્થિતિ વાળા કે જે ગરીબી રેખા ની નીચે જીવતા લોકો છે અને તે ઘરવિહોણા હોય સમય બદ્ધ કાર્યક્રમ રૂપે તબક્કા પ્રમાણે તેમને આવાસ પુરા પાડવાનો હેતુ છે. યોજનામાં પ્રથમ માળ ઉપર મકાન બાંધવા માટે કે જે લોકોને ખુલ્લો પ્લોટ છે અને તેમને ઘાસ કે પુળl નું જે રહેવા માટે યોગ્ય મકાનના હોય તેમને યોજનાનો લાભ મળે છે.
યોજનાની અંદર કુલ એક લાખ 20000 રૂપિયાની સહાય આપવામાં આવતી હોય છે જે ત્રણ હપ્તાઓના તબક્કા પ્રમાણે આપવામાં આવતી હોય છે જેની અંદર પ્રથમ હપ્તો એ ₹40,000 નો બીજો આપતો 60 હજાર તથા ત્રીજા આપતામાં 20,000 રૂપિયા મળવા પાત્ર હોય છે.
આંબેડકર આવાસ યોજનાની પાત્રતાઓ
- લાભાર્થી આ પ્રકારની આવાસ યોજના ની અંદર કોઈ પણ પ્રકારનો લાભ લીધેલો હોવો જોઈએ નહીં.
- ગ્રામ્ય અને શહેરી વિસ્તારોની અંદર છ લાખ રૂપિયાથી વધુની વાર્ષિક આવક હોવી જોઈએ નહીં
- આ યોજનાની અંદર જે મકાન બનેલ હશે તે મકાન ઉપર રાજ્ય સરકારની આંબેડકર આવાસ યોજના એ મુજબની તકતી મકાન પર લગાવવાની રહેશે
- મકાન સહાયના પ્રથમ હપ્તાની ચુકવણી કર્યાથી બે વર્ષમાં મકાનનું બાંધકામ પૂર્ણ કરવું
- લાભ લેના લાભાર્થીની ઉંમર એ 21 વર્ષ ઓછામાં ઓછી હોવી જરૂરી છે
આંબેડકર આવાસ યોજના માટે જરૂરી ડોક્યુમેન્ટ
- અરજદારનું આધારકાર્ડ
- રેશનકાર્ડ
- જાતિ પેટા જાતિનો દાખલો અરજદારનો
- ફુલ વાર્ષિક આવક નો દાખલો
- રહેઠાણ અંગેનો પુરાવો
- જમીનની માલિકી અંગેનું આધાર
- બેંક પાસબુક ની નકલ પ્રથમ પાનાની
- મકાન બાંધકામની ચિઠ્ઠી
- સ્વ ઘોષણાપત્ર
- ખુલ્લા પ્લોટ નો ફોટો જે જગ્યા મકાન બાંધકામ કરવાનું છે તે
- ચતુર દિશા દર્શાવતો નકશા ની નકલ તલાટી કમ મંત્રીશ્રીનું સહી વાળી
આંબેડકર આવાસ યોજનાની અંદર અરજી
આ યોજનાની અંદર તમે ઓનલાઈન અરજી કરી શકો છો ઓનલાઇન અરજી કરવા માટે તમારે એ સમજ કલ્યાણ ની ઓફિશિયલ વેબસાઈટ પર જઈ અને અરજી કરવાની રહેશે. આ યોજનાની અંદર ઓનલાઇન ફોર્મ ભરી અને જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કર્યા બાદ તમે અરજી સબમીટ કરી શકો છો. તથા વધુ માહિતી એ સમાજ કલ્યાણ ની વેબસાઈટ પર જઈ અને મેળવી શકો છો.