Laptop Sahay Yojana 2024: ગુજરાત સરકાર ની લેપટોપ સહાય યોજના કે જેની અંદર લેપટોપ ખરીદવા માટે ગુજરાત સરકાર દ્વારા સહાય આપવામાં આવે છે.
હાલમાં ઘણા બધા કામો એવા છે કે જે ઓનલાઇન થવા લાગ્યા છે અને અત્યારે ડિજિટલ વર્ક પર ભાર મૂકવામાં આવે છે ત્યારે લેપટોપના કારણે ઘણા બધા શિક્ષણ મળતા હોય છે.
લેપટોપ સહાય યોજના 2024
લેપટોપ સહાય યોજના કે જેની અંદર ગુજરાત સરકાર જોવા માટે સહાય આપી રહી છે. તો લેપટોપ ખરીદવા માટે શું શરતો છે અને આ લેપટોપ ખરીદવા માટેની જે સહાય છે કોને મળવા પાત્ર છે તે અંગેની સંપૂર્ણ વિગતવાર માહિતી આપણે આ લેખની અંદર મેળવીએ. અને આ ગુજરાત સરકારની યોજના પાછળનો હેતુ તથા યોજનામાં અરજી કેવી રીતે કરવી તે નીચે પ્રમાણે દર્શાવેલ છે.
આ યોજનાની અંદર સરકાર દ્વારા લેપટોપ ખરીદવા માટે રૂપિયા 25,000 સુધીની સહાય આપવામાં આવે છે.
લેપટોપ સહાય યોજનાનો હેતુ
આ યોજનાનો મુખ્ય હેતુ એ છે કે જે શ્રમયોગીઓના બાળકો છે તે બાળકોને શિક્ષણ માટે પ્રોત્સાહન મળી રહે તથા જે તેમનો શિક્ષણ પાછળનો આર્થિક ખર્ચ છે બોજ તેનો ઘટાડો થાય તેના માટે આ યોજના અમલમાં મુકવામાં આવેલ છે. આ યોજનાએ ગુજરાત સરકારનું શ્રમયોગી કલ્યાણ બોર્ડ દ્વારા અમલમાં મુકેલ છે.
લેપટોપ સહાય યોજના શરતો
- જે વિદ્યાર્થીઓ ધોરણ 12 ની પરીક્ષા ની અંદર પાસ થયેલ છે અને જેમણે 70 કે તેથી વધુ પર્સન્ટાઈલ મેળવેલ છે તેમને યોજનાનો લાભ મળી શકે છે
- જે વિદ્યાર્થીઓ પ્રોફેશનલ કે ડિઝાઇનિંગ કોષોની અંદર પ્રવેશ મેળવે છે તે વિદ્યાર્થીઓને લેપટોપની કિંમતની 50000 ની મર્યાદામાં 50% ની સહાય આપવામાં આવશે હજાર સુધીની રકમ જે બંનેમાંથી ઓછું હશે તે મળશે
- વિદ્યાર્થીઓ કે જેના વાલીઓ કારખાના સંસ્થા કે જે ગુજરાતમાં આવેલા છે તેમાં કામ કરતા હોય અને છેલ્લા એક વર્ષથી તે લેબર વેલ્ફેર ફંડ ની કચેરી ખાતે ભરવામાં આવતો હોય તો તેવા બાળકોને લાભ મળી શકે છે આ યોજનાનો.
- લેપટોપ એ જે તે વિદ્યાર્થીના નામે જ ખરીદવાનું રહે છે
- વિદેશમાં પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓને આ યોજનાનો લાભ મળવાપાત્ર રહેશે નહીં
- લેપટોપ ખરીદ્યા ના છ માસની અંદર જ આ અરજી કરવાની રહેશે તથા જે વર્ષની અંદર બોર્ડની પરીક્ષા પાસ કરેલી છે તે વર્ષમાં જ યોજનાનો લાભ મળશે.
લેપટોપ સહાય યોજના માટે અરજી
આ યોજનાની અંદર તમારે અરજી કરવા માટે સન્માન ગુજરાત ગવર્મેન્ટના ઓફિશિયલ પોર્ટલ પર જઈ અને કરવાની રહેશે, આ યોજનાની અંદર હાલમાં અરજી કરવાનું ઓપન છે.તો તમે યોજનામાં અરજી કરવા માગતા હો તો અરજી કરી શકો છો. ઉપર જણાવ્યા અનુસાર તમને લેપટોપની ખરીદી પર રૂપિયા 25000 સુધીની સહાય આપવામાં આવે છે.