Solar Rooftop Subsidy Yojana : આ યોજના દ્વારા ભારતના જે પણ નાગરિકો પોતાની છત પર સોલાર પેનલ ફીટ કરાવવા માંગે છે તેઓને રૂપિયા 78,000 સુધીની સબસીડી મળે છે, એટલે જે લોકો બહાના બનાવી રહ્યા છે કે મારે સોલાર પેનલ તો લગાવી છે પણ પૂરતા પૈસા નથી તો તેવા લોકોના બહાના હવે ખતમ. તો ચાલો આ સોલાર રૂફટોપ સબસીડી યોજના દ્વારા કેવી રીતે અને કોને લાભ મળે છે તે વિશેની વિગતવાર માહિતી મેળવી લઈએ.
Solar Rooftop Subsidy Yojana | સોલાર રૂફટોપ સબસીડી યોજના
વધતી જતી ગ્લોબલ વોર્મિંગની સમસ્યાને તેને લઈને ફક્ત ભારત દેશ જ નહીં પરંતુ સંપૂર્ણ વિશ્વ પર્યાવરણ સરક્ષણનું વિચારી રહ્યું છે, અને એવા ઉપાયો વિચારી રહ્યા છે કે જેથી માણસોને વીજળી પણ મળી રહે અને પર્યાવરણ પ્રદૂષિત પણ ન થાય અને આ માટે ફક્ત બે જ ઓપ્શન છે પવનચક્કી અને સોલાર પેનલ. ભારતમાં દરેક જગ્યાએ પૂરતો પવન ફુંકાતા નથી પરંતુ દરેક જગ્યાએ સૂર્યપ્રકાશ તો પડે જ છે તેથી ભારત સરકાર સોલાર પેનલ લગાવવા માટે સબસીડી આપે છે જેથી સોલાર પેનલ લગાવવા માટે વધારે ખર્ચો ન થાય અને લોકો વધુમાં વધુ સોલાર પેનલ નો ઉપયોગ કરે અને લોકોમાં સોલાર પેનલ પ્રત્યે જાગૃતતા ફેલાય અને આ રીતે પર્યાવરણનું સંરક્ષણ કરી શકાય.
સોલાર રૂફટોપ સબસીડી યોજના દ્વારા મળતા લાભો
સોલાર રૂફટોપ યોજના દ્વારા અલગ અલગ ક્ષમતાના આધારે અલગ અલગ પ્રકારની સબસીડી મળવા પાત્ર થાય છે તેની માહિતી નીચે પ્રમાણે છે.
- જો તમે એક થી બે કિલો વોટની સોલાર પેનલ લગાવવા ઈચ્છો છો તો તમને સરકાર તરફથી 30,000 થી 60 હજાર રૂપિયા સુધીની સબસીડી મળવા પાત્ર થશે.
- જો તમે બે કિલો વોટ થી ત્રણ કિલો વોટની સોલાર પેનલ લગાવવા ઇચ્છો છો તો તમને સરકાર તરફથી 60,000 થી 78,000 સુધીની સબસીડી મળે છે.
- જો તમે ત્રણ કિલો વોટની સોલાર પેનલ લગાવો છો તો તમને રૂપિયા 78,000 ની સબસીડી મળે છે.
આ ઉપરાંત જો તમે તમારી જરૂરિયાત કરતા વધારે વીજળી ઉત્પન્ન કરો છો તો તમે આ વધારાની વીજળી વીજળી વિભાગને વેચીને પૈસા પણ કમાવી શકો છો અને જો તમે સોલાર પેનલ લગાવો છો તો સ્વાભાવિક વાત છે કે તમારું વીજળી બિલ પણ એકદમ નહીવત થઈ જશે.
પરંતુ આ યોજનાનો લાભ લેવા માટે કેટલાક નિયમોનું પાલન કરવું પડે છે, આ નિયમો નીચે મુજબ છે.
સોલાર રૂફટોપ સબસીડી મેળવવા માટેના નિયમો
- આ યોજનામાં અરજી કરનાર અરજદારની ઉંમર 18 વર્ષ કે તેથી વધારે હોવી જોઈએ.
- આ યોજના દ્વારા તમને ત્યારે જ લાભ મળે છે જ્યારે તમારી પાસે સોલાર પેનલ લગાવવા માટે યોગ્ય જગ્યા હોય.
- આ યોજનામાં અરજી કર્યા બાદ એક કર્મચારી તમારી તે જગ્યા નું નિરીક્ષણ કરવા આવે છે તેના દ્વારા તમારી અરજી પાસ થયા બાદ જ તમને આ યોજનાનો લાભ મળે છે.
- આ યોજનામાં અરજી કરવા માટે અરજદાર પાસે જરૂરી ડોક્યુમેન્ટ હોવા જોઈએ.
વિના મૂલ્ય અનાજ સહાય યોજના: હવે રેશનકાર્ડ ધારકોને મફતમાં અનાજ મળશે
Solar Rooftop Subsidy Yojana માં અરજી કરવાની રીત
- આ યોજનામાં અરજી કરવા માટે ભારત સરકારની ઓફિસિયલ વેબસાઈટ https://www.pmsuryaghar.gov.in/ ઓપન કરવાની રહેશે.
- અહીં તમારે “એપ્લય ફોર રૂફ્ટોપ” પર ક્લિક કરવાનું છે.
- હવે તમને રજિસ્ટ્રેશન નું ઓપ્શન દેખાશે અહીં તમારે રજીસ્ટ્રેશન ની પ્રક્રિયા પૂર્ણ કરવાની રહેશે.
- રજીસ્ટ્રેશન થઈ ગયા બાદ તમારે યુઝર આઇડી અને પાસવર્ડ ની મદદ થી લોગીન કરવાનું થશે.
- લોગીન કરીને તમે આ યોજના પર અરજી કરી શકો છો, તે માટે આ યોજનાના અરજી ફોર્મમાં પૂછવામાં આવેલી દરેક વિગત ભરવાની થશે અને જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરવાના થશે.
- આ બધી જ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ તમે તમારી આ અરજી સબમીટ કરી શકો છો.
મિત્ર આ રીતે તમે સોલાર રૂફટોપ યોજના પર સબસીડી મેળવવા માટે ઓનલાઈન અરજી કરી શકો છો અને રૂપિયા 78,000 સુધીની સબસીડી મેળવી શકો છો.
Cycle Yojana 2024: સાયકલ ખરીદવા માટે 2700 રૂપીયાની સહાય મળશે, આજે જ કરો અરજી